Home » Gujarati Stories » બાળપણ ચાલ્યું ગયું.

બાળપણ ચાલ્યું ગયું.

નિખાલસતા તો ગઈ ને
સાથે ભોળપણ પણ ચાલ્યું ગયું
બસ આમ સમજદાર થવામાં
બાળપણ ચાલ્યું ગયું

ન હતી ચિંતા કાલની,
ન હતો ભૂતકાળ નો અફસોસ,
બસ ભવિષ્યની ચિંતા કરવામાં
બાળપણ ચાલ્યું ગયું

હસી લેતો કોઈપણ વાતે,
ને રડતો પણ ખુલ્લા દિલથી,
હવે, શું કહેશે દુનિયા?
એ વિચારવામાં,બાળપણ ચાલ્યું ગયું

રમતો ખુબ કાદવમાં ને
વરસાદ ને ખુબ માણતો,
હવે રેઇનકોટ પહેરવામાં,
બાળપણ ચાલ્યું ગયું

બનાવ્યા હતા બંગલા માટીના
ખુદના કપડાં બગાડી ને,
ને હવે બધા સામે સારું દેખાવામાં,
બાળપણ ચાલ્યું ગયું

ભલે થવું હતું ત્યારે મોટું,
પણ મોટપ ન હતી ક્યાંય,
હવે બીજા સાથે દેખાદેખી કરવામાં,
બાળપણ ચાલ્યું ગયું

આવડતી ન હતી પ્રાર્થના,
પણ ઈશ્વર-શ્રદ્ધા સાચી હતી,
ભક્તિ સાથે સ્વાર્થ જોડવામાં,
બાળપણ ચાલ્યું ગયું

*મોટું થવું સમય સાથે*
*એ તો નિયમ છે કુદરતનો,*
*પણ બીજા કરતા*
*પોતાને ‘મોટો’ કરવામાં,*
*_બાળપણ ચાલ્યું ગયું._*


Leave a comment

Powered By Indic IME