Home » Gujarati Stories » સાચી ભેંટ

સાચી ભેંટ

એક કુટુંબમાં પતિ પત્ની અને એક દીકરી રહેતાં હતાં .

પતિને રોજ ઓફિસેથી આવવાનો સમય અને દીકરી ને એને મળવાની ઉત્કંઠા,

ઘણીવાર રાત્રે દસ થઇ જતાં છતાં નિંદર બહેનને દૂર રાખવા જાતે જ આંખે પાણીની છાલક મારીને માતાનાં ખોળામાં બેસી જાય.

” મમ્મી , ગીત ગાને .”
એ જેવી પપ્પાને આવતાં

જુએ કે દોડીને પપ્પાનાં ખભા પર ચઢી જાય .
” પપ્પા , ચાલો જલદી ઘોડો બનો – આજે તમે સહેલ નથી કરાવી ! ”

પપ્પા દીકરીનો આદેશ માથે ચઢાવે અને શરુ થાય બાપ- દીકરીનો મસ્તીનો દોર .

એક દીવસ રાત્રે પત્નીએ દીકરીને સુવડાવ્યા પછી , પતિને કહ્યું ,

” તમે ક્યારેક દીકરી માટે ચોકલેટ કે રમકડાં લઇ આવો તો તેમને કેટલું ગમશે !

” સાવ ખાલી આવવું એ પત્નીને ન હોતું ગમતું .
ચિડાયા વિના પતિએ જવાબ આપ્યો , ”

જ્યારે હું તેમને માટે ચોકલેટ કે રમકડાં લાવીશ ત્યાર પછી મારી દીકરી – મારી નહીં પરંતુ ચોકલેટ કે રમકડાંની રાહ જોતી થઈ જશે

. પછી ક્યારેક કશું નહીં લવાય ત્યારે તેનાં ચહેરા ઉપર જે આનંદ જોવા મળે છે એનાં કરતાં દુ:ખ જોવા મળશે .”

પતિની આ અંતરનાં ઊંડાણની વાતે
પત્નીની આંખ ઉઘાડી નાખી .

આખા સમાજને આજે આવા સમજદાર માબાપની જરૂર છે…

ધન્યવાદ…


Leave a comment

Powered By Indic IME