Home » Gujarati Stories » એક ના એક દીકરો…

એક ના એક દીકરો…

એક ના એક દીકરો…
પોતાની મા ની તમામ મરણવિધિ
પતાવીને થોડાક દિવસો બાદ….

બાપાને અનાથાશ્રમમાં મૂકી
દીકરો ઘરે જવા નીકળ્યો
અને
ઘરે પત્નીને ફોન કર્યો કે :
” બાપાને તેના મુકામે મૂકી દીધા છે
અને
હવે સીધો જ ઘરે આવું છું…”

પત્નીએ પૂછ્યું કે :
” દિવાળીની રજામાં
બાપા ઘરે તો નહિ આવી જાયને…
એ પૂછી લીધું હોત તો ?? ”

દીકરાને પણ વાતમાં વજન લાગ્યું….
” ઓકે..હજી તો બહાર જ નીકળ્યો છું…
ચાલ એ પણ પૂછી લેતો જ આવું…
જો આવવાના હોય તો
કોઈ બહાનું બતાવીને
નહીં આવે એવું કહેતો જ આવું….”

દીકરો પાછો અનાથાશ્રમ તરફ આવ્યો.

તેણે જોયું કે
વૃઘ્ધાશ્રમ ના સંચાલક સાથે
જાણે જૂનો પરિચય હોય તેમ
બાપા ખુબ હળીમળીને વાતો કરતા જોયા…
અને
થોડું વિસ્મય પામ્યો…

ત્યાં પહોંચતા પહેલા…
બાપા કોઈ કામ અંગે
પોતાના રુમ તરફ ગયા…
એટલે
સંચાલકને પૂછવાનો લાગ મળ્યો…

તેણે સંચાલકને પૂછ્યું કે :
” શું તમે બાપાને આ પહેલા મળ્યા હતા ?
કે બાપા ને કેવી રીતે ઓળખો છો…? ”

જવાબ સાંભળી
દીકરાના તો હોશ જ ઉડી ગયા…

સંચાલકે જણાવ્યું કે
” હું આ સજ્જનને 30 વર્ષથી ઓળખુ છું…
આજથી 30 વર્ષ પહેલા
તેઓ આ અનાથાશ્રમમાં
એક અનાથ છોકરાને
દત્તક લેવા આવ્યા હતા
ત્યારથી તેના પરિચયમાં છું…”

દીકરો ચોધાર આંસુ એ રડવા લાગેલો…


Leave a comment

Powered By Indic IME